વાઇરલ વિડીયોમાં 'લવ યુ જિંદગી' ગીત પર અભિનય કરનાર મહિલાનું કોવિડ -19 થી મોત


વાઇરલ વિડીયોમાં 'લવ યુ જિંદગી' ગીત પર અભિનય કરનાર મહિલાનું કોવિડ -19 થી મોત

“ડિયર જિંદગી” ફિલ્મનાં “લવ યુ જીંદગી” ગીત પર અભિનય કરતા જોવા મળેલ મહિલા કોરોના વાઇરસ સાથેનાં યુદ્ધમાં પરાજિત થઈ ગઈ છે અને તેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે.
 
થોડા સમય પહેલા દિલ્હીના એક કોવિડ-૧૯ ઇમરજન્સી વોર્ડ માંથી આવેલ એક વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ હતો,જેમાં કોરોના વાયરસથી પીડિત એક ૩૦ વર્ષીય મહિલા ઓક્સિજન માસ્ક પહેરેલી હતી અને તે અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મના 'લવ યુ જીંદગી'ગીત પર નાચી રહી હતી. તમને જણાવી દઇએ કે, હવે તે સ્ત્રી આ દુનિયામાં રહી નથી. કોરોના વાયરસ તેને ભરખી ગયેલ છે.

ડો.મોનિકા લાંગેહએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે,જેમાં તેણે લખ્યું છે કે,"અમે છેલ્લા 10 દિવસથી કોવિડ ઇમરજન્સી વોર્ડમાં આ મહિલાની દેખરેખ રાખી રહ્યા છીએ. તે એનઆઈવી સપોર્ટ પર છે,તથા તેને રેમેડવીર અને પ્લાઝમોથેરાપી પણ મળી છે. વધુમા તેમણે જણાવ્યુ કે તે મહિલા એ તેમને પુછયુ હતુ કે, 'શું હું કોઈ ગીત વગાડી શકું છું? જેની મેં મંજૂરી આપી હતી."

Monica Langeh Tweet

મહિલાને શરૂઆતમાં હોસ્પિટલનો બેડ મળ્યો ન હતો, બાદમાં તેને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત સ્થિર ન હતી. એક નાનું બાળક ઘરે તેની રાહ જોઈ રહ્યું હતું.

કોરોના વાયરસ મહામારીએ આખી માનવ જાતિને ડરાવી છે,પરંતુ આ ભીષણ મહામારી ફાટી નીકળ્યા બાદ પણ ઘણા લોકો અંતિમ સમય સુધી હિંમત હાર્યા નથી. જ્યારે દેશમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ઓક્સિજનની અછત છે, તેવા સમયે કેટલાક દર્દીઓ અંતિમ શ્વાસ સુધી કોરોનાની લડાઈ લડી રહ્યા છે.

કોવિડ-૧૯ની જીવલેણ બીજી વેવ માં ઘણા બધા લોકો સંક્રમિત થયા છે. ભારતમાં કેટલાક અઠવાડિયાથી દરરોજ ૩ લાખથી વધુ કેસ નોંધાય છે.

અભિનેતા સોનુ સૂદે પણ તેના મોત પર શોક વ્યક્ત કરતા કહ્યું કે,"આટલું દુ:ખી,જીવન ઘણં અન્યાયી છે. ઘણી જીંદગી જે જીવવા લાયક છે તે આપણે ગુમાવી છે. આપણું જીવન ભલે બાદમાં સામાન્ય બને પરંતુ આપણે ક્યારેય આ તબક્કા ભુલી શકીશું નહીં."

Sonu sood Tweet

સોનુ સૂદ સિવાય અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ આ દુખદ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને તૂટેલા હૃદયના ઇમોજી થી વ્યક્ત કરી છે. કેટલાક અન્ય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ કે જેઓ તેની રીકવરીની આશા રાખતા હતા તેઓએ શોક વ્યક્ત કર્યો છે.

Post a Comment

0 Comments