બિટકોઇન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

Bitcoin શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?


બિટકોઇન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? 

 • બિટકોઇન એક નવા પ્રકારનું ડિજિટલ ચલણ છે, જે જાન્યુઆરી ૨૦૦૯ માં સતોશી નાકામોટો દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. બિટકોઇન એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે. બિટકોઇન માર્કેટ કેપિટલાઇઝેશન નાં આધારે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે.
 • એક વ્યક્તિ અથવા વ્યક્તિઓનાં સમુહ કે જે પોતાને સતોશી નાકામોટો ગણાવે છે, તેના દ્વારા 2008 માં એક Research Paper માં પહેલા “બ્લોકચેન” અને “બિટકોઇન” એ બે શબ્દોનું વર્ણન કર્યું હતુ.
 • પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી ફિયાટ કરંસી થી વિપરીત બિટકોઇનમાં નાણાકીય સિસ્ટમ વિશ્વભરનાં હજારો કમ્પ્યુટર દ્વારા ચલાવવામાં આવે છે. કોઈપણ ઓપન-સોર્સ સોફ્ટવેર ડાઉનલોડ કરીને કોઇપણ વ્યક્તિ બિટકોઇન ની ઇકોસિસ્ટમમાં ભાગ લઈ શકે છે.
 • બિટકોઇન વિકેન્દ્રિત ખાતાવહી સિસ્ટમના ઉપયોગથી બનાવવામાં આવે છે જેને બ્લોકચેન તરીકે ઓળખવામાં આવે છે.
 • બ્લોકચેન ઘણા બધા બ્લોક્સ નો સમુહ હોય છે. દરેક બ્લોકમાં Bitcoin Transactions નો સંગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ Bitcoin System ને છેતરી શકતુ નથી, કારણ કે બ્લોકચેન ચલાવતા તમામ કમ્પ્યુટર્સમાં બ્લોક્સ અને વ્યવહારોની સમાન સૂચિ છે, અને પારદર્શક રીતે આ નવા બ્લોક્સને નવા બિટકોઇન ટ્રાન્ઝેક્શનથી ભરાતા જોઈ શકાય છે.
 • બિટકોઇન કેન્દ્રીય બેન્કો જેવા સરકારી નિયંત્રણોઓથી સ્વતંત્ર છે.
 • બિટકોઇન ટોકન્સનું સંતુલન જાહેર અને ખાનગી "keys" નો ઉપયોગ કરીને રાખવામાં આવે છે, જે ગાણિતિક એન્ક્રિપ્શન એલ્ગોરિધમ દ્વારા બનાવવામાં આવતી સંખ્યાઓ અને અક્ષરોની લાંબી તાર હોય છે.
 • બિટકોઇન નાં નાનામાં નાના એકમને સતોશી તરીકે ઓળખવામાં આવે છે. હાલની તારીખે એક સતોશીની કિંમત ૪.૪ પૈસા છે.
 • દરેક બીટકોઈન ટ્રાંઝેક્શન સાર્વજનિક લોગમાં નોંધાય છે, તથા ખરીદદારો અને વેચાણકર્તાઓનાં નામ ક્યારેય જાહેર કરાતા નથી. તેથી જ બિટકોઇન ડ્રગ્સ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોની પસંદગીનું ચલણ બની ગયું છે.

બીટકોઇન વોલેટ શુ છે?

 • Bitcoin wallet એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જેમાં બિટકોઇન્સ સંગ્રહિત છે. ભૈતિક રીતે, બીટકોઇન્સ ક્યાંય સંગ્રહ થતા નથી.
 • બિટકોઇન વોલેટ બિટકોઇન્સ મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.
 • બિટકોઇન વોલેટ ઘણા સ્વરૂપોમાં આવે છે. બિટકોઇન વોલેટ ના ચાર મુખ્ય પ્રકારો ડેસ્કટોપ, મોબાઇલ, વેબ અને હાર્ડવેર છે.

બીટકોઇન માઇનીંગ શુ છે?

બિટકોઇન માઇનીંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નવા બિટકોઇન્સ વપરાશમાં આવે છે.

બિટકોઇન માઇનિંગ સમગ્ર નેટવર્કમાં ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સને ઉમેરે છે અને ચકાસે છે. દરેક બ્લોકમાં પાછલા બ્લોકની SHA-256 ક્રિપ્ટોગ્રાફિક હેશ શામેલ છેબ્લોકચેનમાં બ્લોક્સ ઉમેરવા માટે, miners ને થોડા બીટકોઇન્સ આપવામાં આવે છે. વર્ષ 2009 માં એક બ્લોક ઉમેરવા બદલ માઇનર ને ઇનામ પેટે 50 નવા બીટકોઇન્સ આપવામાં આવતા હતા. જે બાદમાં 2020 માં ઘટાડીને 6.25 બીટકોઇન્સ પ્રતિ બ્લોક કરી દેવામાં આવેલ છે.

માઇનીંગ એ કમ્પ્યુટર પ્રોસેસિંગ પાવરના ઉપયોગ દ્વારા કરવામાં આવતી રેકોર્ડ-કીપિંગ સેવા છે.

બીટકોઇન્સ કમાવવા માટે માઇનર ને બે શરતો પૂરી કરવાની જરૂર હોય છે. એક પ્રયત્ન કરવાની બાબત છે તો બીજી ભાગ્યની બાબત છે.

1) તમારે 1MB ના વ્યવહારોની ચકાસણી કરવી પડશે. આ સહેલો ભાગ છે.

2) તમારે એક ૬૪ આંકડા hexadecimal number સૌથી પહેલા શોધવો પડશે. જેને hash તરીકે ઓળખવામાં આવે છે. તે અનુમાનનાં આધારે શોધવામાં આવે છે. તે અતિ કઠિણ કાર્ય છે. તેનાં માટે માઇનર્સને ઘણી બધી કમ્પ્યુટિંગ પાવરની જરૂર હોય છે. આ પ્રક્રિયા proof of work તરીકે પણ ઓળખાય છે.

બિટકોઇન કઇ રીતે ખરીદી શકાય છે?

પગલું 1: બિટકોઇન વોલેટ માટે રજિસ્ટર કરો. તેના માટે આ લિંક ઓપન કરો. Click Here 

પગલું 2: બિટકોઇન એક્સચેંજ પસંદ કરો. Click Here

પગલું 3: રજિસ્ટર કરો અને સુરક્ષા તપાસો.

પગલું 4:: ચુકવણીની પદ્ધતિ ઉમેરો.

પગલું 5: તમારા ખાતામાં પૈસા જમા કરો.

પગલું 6: ખાતામાં પૈસા જમા કરેલ પૈસાથી બિટકોઇન ખરીદો.

વારંવાર પુછાતા પ્રશ્નો:-


પ્રશ્ન ૧:- બિટકોઇન શું છે?
જવાબ:- બિટકોઇન એક નવા પ્રકારનું ડિજિટલ ચલણ છે, જે જાન્યુઆરી ૨૦૦૯ માં સતોશી નાકામોટો દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. બિટકોઇન એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે.

પ્રશ્ન ૨:- બિટકોઇન કોના દ્વારા અને ક્યારે બનાવવામાં આવ્યુ હતુ?
જવાબ:- બિટકોઇન જાન્યુઆરી ૨૦૦૯ માં સતોશી નાકામોટો નામના વ્યક્તિ અથવા સમુહ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ.

પ્રશ્ન ૩:- હાલમાં બિટકોઇન ની કિંમત શુ છે?
જવાબ:- હાલની તારીખ એટલે કે ૧૩ મે ૨૦૨૧ નાં રોજ બિટકોઇનની કિંમત ૩૬,૩૫,૭૭૧.૭૯ રૂપિયા છે. 

પ્રશ્ન ૪:- બીટકોઇન વોલેટ શુ છે?
જવાબ:- બીટકોઇન વોલેટ એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જેમાં બિટકોઇન્સ સંગ્રહિત છે. બિટકોઇન વોલેટ બિટકોઇન્સ મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.

પ્રશ્ન ૫:- બીટકોઇન માઇનીંગ શુ છે?
જવાબ:- બીટકોઇન માઇનીંગ એ કમ્પ્યુટર પ્રોસેસિંગ પાવરના ઉપયોગ દ્વારા કરવામાં આવતી રેકોર્ડ-કીપિંગ સેવા છે.

પ્રશ્ન ૬:- એક બ્લોક ઉમેરવા બદલ માઇનર ને ઇનામ પેટે કેટલા નવા બીટકોઇન્સ આપવામાં આવે છે?
જવાબ:- એક બ્લોક ઉમેરવા બદલ માઇનર ને ઇનામ પેટે ૬.૨૫ નવા બીટકોઇન્સ આપવામાં આવે છે.

Post a Comment

0 Comments