Sunday, May 2, 2021

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

હેતુ:

બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૮મી એપ્રિલ ૨૦૧૫નાં રોજ શુભારંભ કરાયો છે.

તા.૦૮/૦૪/૨૦૧૫નાં રોજ માનનીય વડાપ્રધાન દ્વારા ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃત્તિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું ઉદઘાટન કરવામાં આવેલ છે. યોજના અંતર્ગત લોન નીચે મુજબ ત્રણ વર્ગમાં ઉપલબ્ધ છે.

) શિશુ લોન-રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન

) કિશોર લોન-રૂ.૫૦,૦૦૦/- થી રૂ. લાખ સુધીની લોન

) તરૂણ લોન-રૂ. લાખ થી રૂ.૧૦ લાખ સુધીની લોન

યોગ્યતા: 

કોઇ પણ ભારતીય નાગરીક

લાભો:

) જામીન સિવાય લોનની સુવિધા ઉપલબ્ધ છે.

) મહિલાઓ દ્વારા આયોજિત યોજનાઓને .૨૫ ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

) ઉત્પાદન, વ્યવસાય અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોનની સુવિધાઓ:

વાહન વ્યવહાર પ્રવૃત્તિ માટે લોન: ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થ્રી વ્હીલર્સ, પેસેન્જર કાર, ટેક્ષી વગેરે ખરીદવા માટે લોન.

સામૂહિક, સામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિ માટે લોન: જેવી કે સલૂન, બ્યુટી પાર્લ્સ, જીમ, બ્યુટીક્સ, દરજીની દુકાન, ડ્રાય ક્લિનિંગ, સાયકલ અને મોટરસાયકલ રિપેરિંગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન, દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ વગેરે માટે લોન.

ફુડ પ્રોડક્ટસ પ્રવૃત્તિ માટે લોન: ગૃહ ઉદ્યોગો જેવા કે પાપડ, અથાણાં, જામ કે જેલી બનાવવા, ગ્રામ્ય કક્ષાએ કૃષિ ઉત્પાદનોનું સંરક્ષણ, મીઠાઇની દુકાનો, નાના ફૂડ સ્ટોલ્સ અને કેન્ટીન સેવાઓ, આઇસ અને આઇસ્ક્રીમ બનાવવાના એકમો, બિસ્કીટ, બ્રેડ બનાવવના એકમો વગેરે.

અમલીકરણ સંસ્થાઓ: કોઇ પણ બેંકની શાખા

Previous Post
Next Post

0 Comments: