કોરોના મહામારી આ વર્ષે 'વધુ જીવલેણ' બનશે - બાળકોને કોવિડ-૧૯ ની વેક્સિન આપવાને બદલે તેને COVAX પ્રોગ્રામ ને દાન આપવા WHO ના ચીફે અપીલ કરી

કોરોના મહામારી આ વર્ષે 'વધુ જીવલેણ' બનશેWHO ના ચીફ Tedros Adhanom Ghebreyesus એ કહ્યુ કે કોરોના મહામારીનું આ વર્ષ પ્રથમ વર્ષ કરતા વધુ જીવલેણ બનશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ શુક્રવારે તમામ દેશોને બાળકોને રસી ન આપવા કહ્યું અને આ વેક્સિન COVAX પ્રોગ્રામ ને દાન આપવા WHO ના ચીફે અપીલ કરી, કારણકે આ વર્ષે કોરોનાવાયરસ વધુ ઘાતક બની શકે છે.

ઘેબ્રેયેયસસે કહ્યું, "હું સમજું છું કે કેટલાક દેશો શા માટે તેમના બાળકો અને કિશોરોને રસી આપવા માગે છે, પરંતુ હમણાં હું તેમને ફરીથી વિચારણા કરવા અને તેના બદલે કોવાક્સને રસી દાન કરવા વિનંતી કરું છું. કારણ કે નીચા અને મધ્યમ-આવકવાળા દેશોમાં હેલ્થ કેર વર્કરો માટે પણ રસીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી કે જેને તાત્કાલિક જીવન બચાવની જરૂર છે.”

તેઓએ માહિતી આપી હતી કે હાલમાં ઓછી આવકવાળા દેશોને કુલ વેક્સિન નાં માત્ર ૦.૩% રસી જ મળી રહી છે. ડિસેમ્બરમાં રસીઓને મંજૂરી મળ્યા બાદથી વિકસિત દેશોએ મોટાભાગનો પુરવઠો ખરીદી લીધો છે.

ગયા અઠવાડિયે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે કોરોનાવાયરસનું રસીકરણ વહેલી તકે શરૂ કરવા માટે યોજના ઘડી કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને આશા છે કે ૭૦% પુખ્ત વયના અમેરિકનો ને જુલાઇ સુધીમાં કોવિડ-૧૯ ની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવશે.

દરમિયાન, કેનેડાએ ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે ફાઇઝર કોરોનાવાયરસ રસીના ઉપયોગને અધિકૃત કરી છે. કેનેડામાં સૌથી વધુ વાયરસનો દર ધરાવતા આલ્બર્ટા પ્રાંતે ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને પહેલેથી જ રસી આપવાની શરૂઆત કરી દીધી છે.

કોવાક્સ સ્કીમ ૯૨ ગરીબ દેશોમાં પ્રથમ ૨૦% વસ્તી ને રસી આપવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી હતી.

અત્યાર સુધીમાં અમેરિકા અને ચીને સૌથી વધુ રસીનાં ડોઝ આપેલ છે, જેમાં ભારત પણ ત્રીજા સ્થાને છે. જ્યારે યુરોપનાંઘણા બધા દેશોએ રસીકરણની ઝુંબેશ શરૂ કરી દીધી છે, પરંતુ આફ્રિકાના થોડા દેશોમાં હજુ રસીકરણ શરૂ થવાનુ બાકી છે.

આ વિષય બાબતે આપ શુ વિચારો છે? તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

Tag:-
News of India in Gujarati

Post a Comment

0 Comments