પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

યોજનાનો ઉદ્દેશ:

)અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો.

)ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે.

)ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું.

)કૃષિ ક્ષેત્રમાં ધિરાણ/નાણાંનો પ્રવાહ જાળવી રાખવો.

પાત્રતાના ધોરણો:

બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે.

 બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવાનાં રહેશે.

યોજનાના ફાયદા/સહાય:

યોજના હેઠળ ખેડૂતો દ્રારા ખરીફ પાક માટે બે ટકા,રવીપાક માટે . ટકા તેમજ વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બાગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે.

યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે.

)વાવેતર થવું/રોપણી થવી

ઓછા વરસાદના કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના વિસ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડેતેવા સંજોગોમાં.

બી)ઊભો પાક (વાવણીથી લણણી સુધી):

અટકાવી શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ પડવો, પૂર, વધારે વરસાદ/જળબંબાકાર, જીવાત અને

રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ/માવઠાંના જોખમોના કારણે થતુંનુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં

આવે છે.

સી)કાપણી પછીના નુકસાન:

કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ડી)સ્થાનિક આપત્તિઓ:

નોટીફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન.

)ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ :

મુખ્ય પાકો માટે મધ્યવર્તી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની

જોગવાઈ.

પ્રક્રિયા:

રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અઘ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંક્લન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ત્રકતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રક્મ વગેરે બાબતો નક્કી કરે છે અને તે મુજબ જે તે ત્રકતુનો ઠરાવ બહાર પાડશે.જેના આધારે જે તે નોટીફાઈડ વિસ્તારના નોટીફાઈડ પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજુ કરવાનું રહેશે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:

ભારતીય કૃષિ વિમા કંપની અને ભારત સરકારશ્રી દ્વારા એમ્પેનલ્ડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર/બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે અને તે સંસ્થા યોજનાની અમલીકરણ સંસ્થા તરીકે કાર્યવાહી કરશે.

અન્ય શરતો:

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ઓપરેશનલ ગાઈડ લાઈનમાં જણાવેલ જોગવાઈઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે.

Post a Comment

Previous Post Next Post